medicalgujarat@gmail.com

GSAUCA: એગ્રીકલ્ચર એડમિશન

  • કૃષિ યુનિવર્સિટીઓ (જૂનાગઢ, આણંદ, દાંતીવાડા, નવસારી) ના અભ્યાસક્રમોમાં 80% બેકકો માત્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે હોય છે જેનો એડમિશન GSAUCA (Gujarat State Agricultural Universities Common Admission) દ્વારા https://ug.gsauca.in પર ઓનલાઈન કરવામાં આવે છે. બાકી ના 20% બેકકોમાં સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે જે ICAR (Indian Council of Agricultural Research) દ્વારા https://icaradmission.in પર ઓનલાઈન કરવામાં આવે છે.

  • GSAUCA કમિટી દ્વારા નીચે મુજબના અભ્યાસક્રમોનો એડમિશન કરવામાં આવે છે.

    • કોર્સ કેટેગરી-1: બી.એસસી (એગ્રીકલ્ચર), બી.એસસી (હોર્ટીકલ્ચર), બી.એસસી (ફોરેસ્ટ્રી), બી.ટેક (બાયોટેક.)
    • કોર્સ કેટેગરી-2: બી.ટેક (એગ્રીકલ્ચર), બી.ટેક (ફૂડ ટેક્નોલોજી), બી.ટેક (રીન્યુ. એનર્જી & એન્વાયરમેન્ટલ), બી.ટેક (એગ્રી. આઈ.ટી.)
    • કોર્સ કેટેગરી-3: બી.એસસી. (કમ્યુનિટી સાયન્સ), બી.એસસી. (ફૂડ ન્યુટ્રીશન & ડાયટેટીક્સ)

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કોર્સ કેટેગરી–1 અને 2ના એડમિશન માટે PCB વિષયોમાં 300 માંથી 120 માક્સ (Open/EWS/SEBC) અને 105 માક્સ (SC/ST) હોવા જોઈએ. કોર્સ કેટેગરી–3ના એડમિશન માટે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓએ 105 માક્સ મેળવેલ હોવા જોઈએ.
  • GUJCET-2025ની પરીક્ષા આપેલ હોવી જોઈએ.

મેરીટ લિસ્ટ:

ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ નીચે મુજબ અલગ–અલગ તૈયાર કરવામાં આવે છે.

Merit Marks = Board PCM / PCB Theory Marksના 60% + GUJCET-2025 Marksના 40%

રજિસ્ટ્રેશન પ્રક્રિયા

  • GSAUCA કમિટી દ્વારા થતા અભ્યાસક્રમોમાં એડમિશન માટે ધોરણ–12ના રિઝલ્ટ પછી એડમિશન કમિટીની જાહેરાત આવે ત્યારે કોઈપણ ઉમેદવાર મુલ્ય Rs. 300/- રી ભરીને https://ug.gsauca.in પર કોર્સ કેટેગરી મુજબ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.
  • ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાયા પછી રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રોની ઓનલાઇન ચકાસણી કરાવવાની હોય છે.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ચોઈસ ફીલિંગ કરવું ફરજિયાત છે અન્યથા વિદ્યાર્થીને એડમિશન મળવાપાત્ર નથી.
  • રજિસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસની યાદી:
    • બધા વિદ્યાર્થીઓ માટે: HSC Marksheet, GUJCET Marksheet, School LC, એડમિટ/ ટ્રાયલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી, બેંકનો પાસબુકનો પેજ (IFSC કોડ વાળુ).
    • SC/ST માટે: TDO, DDO, મામલતદાર, કલેક્ટર, જનસેવા કેન્દ્રમાંથી કઢાવેલ જાતિનો માન્ય દસ્તાવેજ.
    • SEBC માટે: જાતિનો માન્ય દસ્તાવેજ અને પરીપત્ર-4 પ્રમાણપત્ર – નોન-ક્રીમલેયર સર્ટિફિકેટ (ફક્ત ગુજરાતીમાં જ).
    • EWS માટે: EWS (આર્થિક રીતે નબળા વર્ગ) પાત્રતા ધરાવતા પ્રમાણપત્ર (માત્ર ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઈસ્યુ થયેલ).
    • શારીરિક વિકલાંગ (PH) માટે: જીલ્લા સિવિલ સરજન દ્વારા આપવામાં આવેલ શારીરિક વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર.

GSAUCA દ્વારા પ્રવેશ પ્રક્રિયા: મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ એડમિશનના રાઉન્ડસ નીચે મુજબ યોજાય છે:

  • મોક રાઉન્ડ એ ચોઈસ ફીલિંગ અને પ્રવેશ પ્રક્રિયા સમજવા માટેનો પ્રેક્ટિસ રાઉન્ડ છે. જેમાં ચોઈસ ફીલિંગ કેવી રીતે કરવી, આ વર્ષનો ટ્રેન્ડ શું છે, કોઈ કોલેજમાં કેટલા માર્ક્સ ઉપર એડમિશન મળવાની શક્યતા છે વગેરે બાબતોનો ખ્યાલ આવે છે. મોક રાઉન્ડનું એડમિશન માન્ય ગણાતું નથી.
  • રાઉન્ડ–1નું એડમિશન કન્ફર્મ કરાવવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં નક્કી કરેલી ફી કમિટીની વેબસાઈટ પર ઓનલાઇન ભરીને રિસીપ્ટ મેળવવી રહેશે, અન્યથા પ્રવેશ રદ થશે અને મેરિટ લિસ્ટમાંથી નામ પણ રદ થઈ જશે અને આગામી રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં.
  • જે વિદ્યાર્થીઓ પ્રથમ પસંદગી કોલેજમાં મળેલ હોય અને આગલા રાઉન્ડમાં ભાગ ના લેઇ હોય તો તેઓ જે તે કોલેજ ખાતે નિર્ધારિત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરી એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે અને પછીની એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં.
  • જે વિદ્યાર્થીઓ પ્રથમ પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળેલ હોય અને પછીના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તેમને કોલેજ ખાતે રિપોર્ટિંગ કરાવવાની જરૂર નથી.
  • રાઉન્ડ–2માં એડમિશન કોઈ ફ્રેશર થઈ શકશે નહીં. રાઉન્ડ–1માં ભરેલી ચોઈસ જ રાઉન્ડ–2માં ધ્યાને લેવાશે.
  • રાઉન્ડ–2/3/4માં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ Login કરી સંમતિ આપવાની રહેશે પરંતુ તેઓ ચોઈસમાં ફેરફાર કરી શકશે નહીં.
  • જો રાઉન્ડ–2/3/4માં નવી બેઠક પર પ્રવેશ મળે તો આગામી રાઉન્ડનો પ્રવેશ આપમેળે રદ થઈ જશે અને નવી બેઠક પર એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. જો રાઉન્ડ–2/3/4માં નવી બેઠક પર પ્રવેશ ના મળે તો આગામી રાઉન્ડનો કન્ફર્મ કરાયેલ પ્રવેશ ચાલુ રહેશે.
  • ઓનલાઇન રાઉન્ડ પૂરા થયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ઓફલાઈન કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે લોકો ઇન કરી ને સંમતિ આપવાની રહેશે.
  • જે વિદ્યાર્થીઓને એક કરતા વધુ કોલેજમાં પ્રવેશ મળતો હોય તેઓ પોતાની પસંદગીના કોઈ એક કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે અથવા તો અન્ય કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે સંમતિ આપવાની રહેશે અન્યથા પ્રવેશ આપમેળે રદ થઈ જશે અને ઉપર કાઉન્સેલિંગના લીસ્ટમાંથી નામ રદ થઈ જશે.
  • એડમિશન કન્ફર્મ કરાવેલ તમામ વિદ્યાર્થીઓએ બધા રાઉન્ડસ પૂરા થયા બાદ નિર્ધારિત સમય મર્યાદામાં જે તે કોલેજ ખાતે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. કોલેજ ખાતે હાજર ન થતા વિદ્યાર્થીઓનો પ્રવેશ આપમેળે રદ થઈ જશે અને કોઈ ફરીથી પરત કરવામાં આવશે નહીં.
  • જે વિદ્યાર્થીએ એક કરતા વધુ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય તેમણે પોતાની પસંદગીની કોઈ એક કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. જો એવામાં વાર લેશે અથવા એન્ટ્રી કન્ફર્મ નહીં કરે, તો અન્ય પ્રવેશ આપમેળે રદ ગણાશે અને કાઉન્સેલિંગ લિસ્ટમાંથી નામ હટાવી દેવામાં આવશે.
  • એડમિશન કન્ફર્મ કરાવેલા તમામ વિદ્યાર્થીઓએ બધી રાઉન્ડસ પૂર્ણ થયા બાદ નિર્ધારિત સમય મર્યાદામાં જે તે કોલેજ ખાતે હાજર રહેવું પડશે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે. જો વિદ્યાર્થીઓ પ્રવેશ સમય મર્યાદા પૂરી ન કરે, તો પ્રવેશ રદ કરવામાં આવશે અને ફી પરત આપવામાં આવશે નહીં.
  • જે વિદ્યાર્થીએ ધોરણ-12ની પરીક્ષા કૃષિ વિષય સાથે પાસ કરી હોય અથવા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા (જેમ કે એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, ફોરેસ્ટ્રી અને બાયોટેક્નોલોજી) અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા હોય, તેમને 5% વધારાના ગુણ આપવામાં આવશે.
  • ગુજરાત રાજ્યના મછીમારોના બાળકો માટે 15% બેકવર્ડ ક્લાસ (રીઝર્વેશન) અનામત રાખવામાં આવી છે.
  • રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને નિયમ મુજબ વધારાના (0.5% થી 7%) ગુણ આપવામાં આવશે.

Courses Agriculture ies GSAUCA Counselling

B.Sc. (Hons.) Agriculture (એગ્રીકલ્ચર)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1College of Agriculture, JAU, Junagadh15280.3880.8780.2574.5262.5366.83
2BA College of Agriculture, AAU, Anand14580.2379.0780.5374.8866.8769.8
3NM College of Agriculture, NAU, Navsari14078.3576.2276.7369.9869.5261.89
4CP College of Agriculture, SDAU, SKNagar13578.0576.1776.6773.9258.9763.12
5College of Agriculture, JAU, Morbi3075.1274.8573.4267.7358.6862.93
6College of Agriculture, AAU, Vaso6674.5872.0273.1268.4759.1758.77
7College of Agriculture, JAU, Amreli7973.9371.671.4262.7356.1859.85
8College of Agriculture, SDAU, Tharad7173.5271.2371.9871.457.0858.43
9College of Agriculture, NAU, Bharuch8072.7571.8271.2764.8564.4754.76
10ASPEE College of Agriculture, JAU, Khapat (Porbandar)5871.7769.9569.7362.5254.3852.58
11College of Agriculture, AAU, Jabugam6171.470.0769.9765.659.1556.55
12College of Agriculture, SDAU, Bhuj3070.7369.469.4363.8853.8262
13College of Agriculture, NAU, Waghai8069.8569.0869.1563.0566.6552.64

B.Sc. (Hons.) Horticulture (હોર્ટિકલ્ચર)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1College of Horticulture, JAU, Junagadh8769.2266.9867.9759.9254.5851.08
2ASPEE College of Horti. & Forestry, NAU, Navsari8568.5767.1267.1360.0761.4753.51
3College of Horticulture, AAU, Anand7068.1266.467.2762.858.5352.08
4College of Horticulture, SDAU, Jagudan8067.1565.7866.4761.0554.2349.42

B.Sc. (Hons.) Forestry (ફોરેસ્ટ્રી)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1Aspee College of Forestry, NAU, Navsari7866.1565.1865.6359.0857.0551.08

B.Tech. (Bio Technology) (બાયો ટેકનોલોજી)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1College of Basic Science & Humanities, SDAU, SKNagar6066.4765.2865.5260.885450.37
2Aspee Shakilam Bio-Technology Inst., NAU, Surat7065.664.8265.3759.4856.7551.33

B.Tech. (Agriculture Engineering) (એગ્રીકલ્ચર એન્જી.)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1College of Agri. Engg. & Tech., JAU, Junagadh9752.0346.8248.6351.8327.6340.44
2College of Agri. Engg., SDAU, Khedbramha4047.446.6245.4246.9827.7340.15
3College of Agri. Engg., AAU, Godhra6547.2344.7746.0344.9332.3540.18
4College of Agri. Engg., NAU, Dediapada4645.9244.3744.8842.8234.742.08

B.Tech. (Food Technology) (ફૂડ ટેકનોલોજી)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1College of FPT. & Bio-Energy, AAU, Anand6567.668.6767.0353.7847.3552.99
2GN Patel Dairy Sci. & FT., SDAU, SKNagar4061.0760.2859.6252.4545.0749

B.Tech. (Ren. Energy & Environ. Engg.) (રીન્યુ. એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1College of Ren. Energy & Env. Engg., SDAU, SKNagar6050.2547.9748.3246.5229.7344.42

B.Tech. (Agricultural Info. Tech.) (એગ્રીકલ્ચર આઈ.ટી)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1College of Agri. Information Technology, AAU, Anand6557.7853.4256.6549.0735.8242.93

B.Sc. (Hons.) Community Science (કોમ્યુનિટી સાઈન્સ)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1Aspee College of Nutri. & Comm. Sc., SDAU, SKNagar7026.2834.838.3232.2742.33

B.Sc. (Hons.) Food Nutrition & Dietetics (ફૂડ ન્યુટ્રીશન એન્ડ ડાયટેટીક્સ)

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
1Aspee College of Nutri. & Comm. Sc., SDAU, SKNagar5028.4353.6744.659.4848.644.51

Cut-Off Marks: બોર્ડના PCB/M ના માર્કના 60% અને GUJCET ના માર્કના 40%
Fees: ₹13,700/- for Boys & ₹8,700/- for Girls
Translate »