MBBS/BDS અને BAMS/BHMS માટે એડમિશન કમિટી એક જ છે પરંતુ બન્નેનું રજિસ્ટ્રેશન અલગ અલગ કરવાનું રહેશે અને બન્નેની એડમિશન પ્રોસેસ અલગ-અલગ ચાલશે.
સ્ટેટ કાઉન્સેલિંગના રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટસ ગુજરાતી કે અંગ્રેજીમાં ચાલશે પરંતુ MCC/AACCC (National Level) કાઉન્સેલિંગના રજિસ્ટ્રેશન માટે તમામ ડોક્યુમેન્ટસ અંગ્રેજીમાં જ હોવા જોઈએ.
ગુજરાતમાં જ જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત રાજ્યમાં આવેલી શાળાઓ (GSEB, CBSE, ICSE, Other Board)માંથી પાસ કરેલ હોય તે વિદ્યાર્થીઓને ડોમિસાઈલ સર્ટિફિકેટની જરૂર નથી.
Gap Certificate માત્ર NEET(UG)ના રિપિટર વિદ્યાર્થીઓએ જ સબમિટ કરવાનું હોય છે અને એ પણ જો એડમિશન મળેલ કોલેજ માંગે તો જ. જેમાં વિદ્યાર્થીઓએ અગાઉના અભ્યાસમાં પડેલ ગેપનું કારણ જાહેર નોન-જ્યુડિશીયલ સ્ટેમ્પ પેપર પર લખાણ કરવાનું હોય છે.
MBBS/BDSમાં ભરે તે BAMS/BHMSમાં ટ્રાન્સફર થશે નહીં (Vice Versa). તેથી ફી ભરવાની રહેશે ઉપરાંત આગળનું એડમિશન કેન્સલ કરાવવાનું રહેશે.
રાઉન્ડ-૩માં MBBS/BDSમાં એડમિશન મળેલ હશે અથવા તો આગલા રાઉન્ડનું કન્ફર્મ કરેલું એડમિશન યાદુ હશે તો એડમિશન પ્રોસેસનું ત્યાં જ The End થઈ જશે અને વિદ્યાર્થી આગલા ટ્રૂ વેકન્સી રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં.
સ્ટેટ કાઉન્સેલિંગના રાઉન્ડમાં એડમિશન મળેલ હોય અને પછી જો National કાઉન્સેલિંગમાં એડમિશન મળે તો વિદ્યાર્થીઓ સ્ટેટ એડમિશન કમિટી દ્વારા જોજર કરવામાં આવેલા સમયમર્યાદામાં સ્ટેટનું એડમિશન કેન્સલ કરાવી શકે છે.
જો વિદ્યાર્થીને ટ્રૂ વેકન્સી રાઉન્ડમાં એડમિશન મળે તો ફરજિયાત કન્ફર્મ કરાવવું જ પડશે અનયથા સ્ટેટ કાઉન્સેલિંગમાં સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે અને આગલા રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં. જો National કાઉન્સેલિંગમાં એડમિશન કન્ફર્મ નથી કરાવ્યું તો 1 માટે NEET(UG)ની પરીક્ષા પણ આપી શકશે નહીં.
સ્ટેટ કાઉન્સેલિંગમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન કેન્સલ કરાવ્યા બાદ કેન્સલ કરાવવાના મંગતા હોય તેઓ જે હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્ર જમા કરાવેલા હોય તે હેલ્પ સેન્ટર ખાતે ઉલ્લેખમાં જરૂરી પ્રમાણપત્ર (Cancellation Form, ID-Proof, Fee Receipt/Challan, Original Admission Order, જો વાલી ડોક્યુમેન્ટ જમા કરાવીને એડમિશન કેન્સલ કરવા માંગે તો Authority Letter) જમા કરાવીને એડમિશન કેન્સલ કરાવી શકશે. એડમિશન કેન્સલ કરનાર વિદ્યાર્થી ભવિષ્યમાં તે કોલેજ પર એડમિશન લઈ શકશે નહીં.
National કાઉન્સેલિંગમાં NEET(UG) મુજબ જે કેટેગરી સિલેક્ટ કરેલ હશે એ જ કેટેગરીમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન થઈ જશે. એડમિશન માટેની કેટેગરી બદલી શકાશે નહીં.
National કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન વખતે જે ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે તેમ જ એક વાર ચોઇસ લોક થઈ ગયા પછી બદલાઈ શકશે નહીં અને દરેક રાઉન્ડ બાદ ચોઇસ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.
વિદ્યાર્થીએ જે બેંક ખાતામાં સિક્યુરિટી ડિપોઝિટ ભરેલું હશે તે જ બેંક ખાતામાં રિફંડબલ સિક્યુરિટી ડિપોઝિટ પરત કરવામાં આવશે. જેના લીધે જે બેંકખાતામાં સિક્યુરિટી ડિપોઝિટ ભરેલું હશે તે જ બેંકખાતા માં સિક્યુરિટી ડિપોઝિટ પરત થશે.
મેનેજમેન્ટ ક્વોટા (MQ)માં એડમિશન મળવાપાત્ર એલિજિબલ વિધાર્થીઓને પણ MYSY સ્કોલરશિપ મળી શકે છે. પરંતુ NRI ક્વોટામાં એડમિશન મળેલા વિધાર્થીઓને MYSY મળી શકશે નહીં.
ગર્લ્સ સ્ટૂડન્ટના કુટુંબની કુલ વાર્ષિક આવક 6,00,000/- કરતા ઓછી હોય અને જો ગુજરાતમાં MBBS કોર્સમાં એડમિશન મળેલ હોય તો તેમને MYSY યોજનાના અંતર્ગત 2,00,000/- અને KKNY હેડ હેઠળ 4,00,000/- એમ કુલ 6,00,000/- સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
MYSY યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓએ સત્રની શરૂઆતમાં સંપૂર્ણ ફી ભરવાની હોય છે. કોલેજ શરૂ થયા બાદ સરકારશ્રી દ્વારા જ્યારે અરજીઓ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓએ ફોર્મમાં MYSY હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ આશરે એક માસની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં જ સ્કોલરશીપની રકમ જમા થાય છે.
ITRA, Jamnagarમાં BAMS કોર્સની 100% બેડની એડમિશન AACCC, New Delhi દ્વારા કરવામાં આવે છે. જેના માટે AACCCની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી કરીને ઓનલાઈન કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેવાનો હોય છે.