નેશનલ લેવલ મેડિકલ અને ડેન્ટલ એડમિશન

  • મેડિકલ અને ડેન્ટલની નેશનલ લેવલની મેડિકલ એડમિશન Medical Counselling Committee (MCC, https://mcc.nic.in/) / Directorate General of Health Services (DGHS, New Delhi) દ્વારા એક જ કાઉન્સિલિંગ ઓનલાઈન કરવામાં આવે છે. MCI/DCIની સૂચના મુજબ NEET-UG 2025માં Cut-off PR થી વધુ PR મેળવનારા તમામ વિદ્યાર્થીઓ MCCના કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકે.

1. All India Quota Seats (15% Seats)

  • તમામ દેશના વિવિધ રાજ્યોની દરેક સરકારી મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં 15% બેઠકો All India Quota માટે આરક્ષિત હોય છે.
  • ઓલ ઈન્ડિયા કોટામાં મેડિકલ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના બોન્ડના નિયમો લાગુ પડે છે.

2. Deemed Universities

  • Deemed Universityનો કોષ, સિલેબસ, એડમિશન અને ફી બાબત સંપૂર્ણ સ્વતંત્ર હોય છે તથા SEBC/SC/ST માટે આરક્ષણ હોતું નથી.
  • Deemed Universityની તમામ બેઠકો (85% MQ અને 15% NRI) MCC દ્વારા ઓનલાઈન કાઉન્સેલિંગથી ભરવામાં આવે છે.

3. Central Universities

  • Central Universitiesનું સંચાલન UGC અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.

Central UniversitiesAIQ
Affiliated to Delhi University (LHMC, UCMS, MAMC)15% બેઠકો
Faculty of Dentistry, Jamia Millia Islamia, Delhi50% બેઠકો
Aligarh Muslim University (AMU)100% બેઠકો
Banaras Hindu University (BHU)100% બેઠકો
VMMC & ABVIMS / ESIC-Dental15% બેઠકો

4. ESIC IP Quota

  • Employees’ State Insurance Corporation (ESIC) સમગ્ર ભારતમાં 11 મેડિકલ (Kolkata, Faridabad, Hyderabad, Chennai, Bengaluru, Gulbarga, Coimbatore, Mandi, Bihta, Alwar and Kollam) અને 1 ડેન્ટલ (Gulbarga) કોલેજ ચલાવે છે.
  • ESIC Insured Personnelના સંતાનો માટે ESIC (IP Quota)ની બેઠકો આરક્ષિત હોય છે.
  • આ કોલેજોમાં 15% બેઠકો All India Quota તેમજ બાકીની બેઠકો તે રાજ્યના સ્થાનીક નિયમો અનુસાર State Government Quota માટે આરક્ષિત હોય છે. બાકી રહેલી બેઠકો ESIC (IP Quota) માટે આરક્ષિત હોય છે. જેની વાર્ષિક ફી Rs. 24,000/- છે. IP Quota માટે કુટુંબની કુલ વાર્ષિક આવક Rs. 6,00,000/- કરતાં ઓછી હોવી જોઈએ અને ESIC આઈડી કાર્ડ અને Wards of Insured Persons Certificate હોવું જોઈએ.
  • ESIC (IP Quota)ની બેઠકોમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે માન્ય ESIC આઈડી કાર્ડ અને વર્ષ 2024-25નું Wards of Insured Persons Certificate હોવું જરૂરી છે. સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા જાણવા માટે https://esic.nic.in ની મુલાકાત લો.
  • MBBSના અભ્યાસ બાદ 1 વર્ષ ESIC હોસ્પિટલમાં સેવા આપવી ફરજિયાત છે. આ માટે વિદ્યાર્થીને Rs. 5,00,000/- નો બોન્ડ આપવાનો હોય છે.

5. AFMC, Pune

  • Armed Forces Medical College (Army College)માં MBBSની 150 બેઠકો છે અને અંદાજીત ફી Rs. 90,710/- છે.
  • વિદ્યાર્થીએ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (PCBE) ની પરીક્ષા પ્રથમ પ્રયાસે Overall 60% માર્ક સાથે પાસ કરી હોવી જોઈએ અને દરેક વિષયમાં ઓછામાં ઓછી 50% માર્ક્સ હોવા જોઈએ. આ ઉપરાંત NEET-UGમાં ક્વોલિફાય થયેલા હોવા જોઈએ.
  • MBBSના અભ્યાસ બાદ 7 વર્ષ સરકારી સેનામાં સેવા આપવી ફરજિયાત છે. આ માટે વિદ્યાર્થીને Rs. 65,000/- નો બોન્ડ આપવાનો હોય છે.
  • AFMCમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ https://mcc.nic.in પર રજિસ્ટ્રેશન કરી AFMC Counsellingમાં ભાગ લેવાની રહેશે. ત્યારબાદ તે પરીક્ષા અપાવવાની રહેશે. AFMC વિદ્યાર્થીઓએ મેડિકલ અને ઈન્ટરવ્યૂ ટેસ્ટ પણ આપવી પડશે અને ફિઝીકલી અને માનસિક રીતે તંદુરસ્ત હોવા જરૂરી છે. વધુ માહિતી માટે AFMCની ઓફિશિયલ કાઉન્સેલિંગ સાઇટની મુલાકાત લો: https://afmc.nic.in/Admission/MBBSAdmission.html

6. AIIMS

  • તમામ AIIMS મેડિકલ કોલેજોમાં 100% એડમિશન MCC દ્વારા કરવામાં આવે છે.

7. JIPMER

  • Puducherry અને Karaikal કોલેજોનું MBBS એડમિશન MCC, New Delhi દ્વારા કરવામાં આવે છે. કોલેજની વધુ માહિતી માટે https://jipmer.edu.in વેબસાઇટની મુલાકાત લો.

રજીસ્ટ્રેશન(For AIQ/AIIMS/DU/CU/ESIC/AFMC – MBBS & BDS)

  • NEET-UG 2025ના પરિણામ પછી એડમિશન કમિટીની વેબસાઈટ પર નિર્ધારિત સમય મર્યાદામાં ઑનલાઇન નોંધણી કરાવવું હોય છે. એડમિશન માટેના નોંધણીની વિગતો NEET(UG)ના નોંધણી પછી જ મેળવવામાં આવે છે જેથી વિદ્યાર્થી NEET(UG) માટે જે કેટેગરી સિલેક્ટ કરે છે એ જ કેટેગરીમાં ઓલ ઈન્ડિયા કાઉન્સેલિંગમાં નોંધણી થઈ શકે. એડમિશન માટેની નોંધણી બાદ કેટેગરી બદલી શકાશે નહીં.

  • MCCની નેશનલ લેવલની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રવેશ ફી પૈકી Rs. 1,000/- નોન-રીફંડેબલ અને Rs. 10,000/- રીફંડેબલ ભરવાની રહેશે. Deemed Universityની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે Rs. 5,000/- નોન-રીફંડેબલ અને Rs. 2,00,000/- રીફંડેબલ ભરવાની રહેશે.

  • નેશનલ કાઉન્સેલિંગ નોંધણી દરમિયાન પસંદ કરેલી ચોઇસ ફીલિંગ કરવી હોય છે તેમજ એક વાર ચોઇસ લોક થઈ ગયા પછી બદલવી શક્ય નથી અને દરેક રાઉન્ડ બાદ ચોઇસ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.

  • રાઉન્ડ-1માં મળેલ એડમિશન કન્ફર્મ કરવા માટે નિયત સમયમર્યાદામાં વેબસાઇટ પરથી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરીને એડમિશન મળેલ કોલેજ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે હાજર જઈ એડમિશન કન્ફર્મ કરાવવું રહેશે. જો વિદ્યાર્થી નિયત સમયમર્યાદામાં એડમિશન કન્ફર્મ નહિ કરાવે તો મળેલ એડમિશન આપમેળે કેન્સલ થઈ જશે.
  • રાઉન્ડ-1માં Free Exit છે. જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો પણ પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકે અને કોઈ પેનલ્ટી લાગશે નહિ.
  • રાઉન્ડ-1નું એડમિશન કન્ફર્મ કરો કે ના કરો, રાઉન્ડ-2માં ભાગ લઈ શકાય.
  • રાઉન્ડ-1માં રજિસ્ટ્રેશન ના કરેલ હોય તો રાઉન્ડ-2માં ભાગ લઈ શકાય છે.
  • રાઉન્ડ-1માં ભરેલી ચોઈસ આપમેળે ડિલીટ થઈ જતી હોવાને કારણે રાઉન્ડ-2માં ફરીથી ચોઈસ ફીલિંગ કરવानी રહેશે.
  • જો રાઉન્ડ-2માં એડમિશન મળે તો રાઉન્ડ-1નું એડમિશન આપમેળે રદ થશે.
  • જો ઉમેદવાર રાઉન્ડ-1માં એડમિશન ન મેળવ્યું હોય અને રાઉન્ડ-2માં એડમિશન મળે છે તો રાઉન્ડ-1ની ઉપર આગળની પ્રોસેસ મુજબ જ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે.
  • જો રાઉન્ડ-2માં પ્રથમવાર કોઈ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો તેને રાઉન્ડ-1ની જેમ જ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે.
  • જે વિદ્યાર્થીઓને રાઉન્ડ-2માં એડમિશન UPGRADE (એડમિશન મળેલ કોલેજ / કોર્સ ઇચ્છાતા ફર્સ્ટ અપગ્રેડ થયા હોય) થયેલ હોય, તેમણે એડમિશન કન્ફર્મ કરાવવું જરૂરી છે, નહીં તો રાઉન્ડ-2ની કોલેજમાં જ કેટેગરી કે ક્વોટાનું ફોરફીટર થશે.
  • જો વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરતા એડમિશન કન્ફર્મ કરાવે નહિ તો રાઉન્ડ-3માં ભાગ લઈ શકશે નહિ.
  • રાઉન્ડ-2માં એડમિશન મળ્યા બાદ જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. એટલે કે વિદ્યાર્થી રાઉન્ડ-3માં નવેસરથી ડિપોઝિટ ભર્યા બાદ રજિસ્ટ્રેશન કરી શકશે. (Exit with Forfeiture of Security Deposit)
  • જો વિદ્યાર્થી રાઉન્ડ-1નું એડમિશન કન્ફર્મ કરીને રાઉન્ડ-2નું અલોટમેન્ટ જાહેર થાય તો બે વિકલ્પ સિક્યોરિટી ડિપોઝિટ ભર્યા પછી રજિસ્ટ્રેશન કરી શકશે.
  • જો વિદ્યાર્થી રાઉન્ડ-2માં ચોઈસ ફીલિંગ ના કરે અને કોઈ ચોઈસમાં એડમિશન ના મળે તો રાઉન્ડ-3માં પણ ભાગ લઈ શકશે.
  • જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા રાઉન્ડ-2માં સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગયું છે, તેઓ નવેસરથી રજિસ્ટ્રેશન કરીને, ડિપોઝિટ ભર્યા બાદ રાઉન્ડ-3માં ભાગ લઈ શકે છે.
  • જો રાઉન્ડ-3માં એડમિશન મળે તો રાઉન્ડ-2નું એડમિશન આપમેળે રદ થઈ જશે અને ફોરફીટ પણ રહેશે. રાઉન્ડ-3માં ફાળવવામાં આવેલ મેડીકલ સીટ પર જ એડમિશન લેવું પડશે અને હવે પછીના State/National કાઉન્સેલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકાશે નહિ.
  • જો વિદ્યાર્થી રાઉન્ડ-3માં મળેલ એડમિશન કન્ફર્મ ના કરાવે તો સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત રહેશે અને હવે પછીના કાઉન્સેલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહિ, એટલે કે ૨૨૨ યુનિવર્સિટીમાં પણ ભાગ લઈ શકશે નહિ. (Exit with forfeiture of Security Deposit Elimination)
  • જો રાઉન્ડ-3માં ભરેલી ચોઈસમાં એડમિશન ના મળે તો રાઉન્ડ-2નું કન્ફર્મ કરાવેલું એડમિશન યથાવત રહેશે અને આ એડમિશન કેઈપણ સંજોગોમાં કેન્સલ થઈ શકશે નહિ.
  • State/National કાઉન્સેલિંગ પહેલા રાઉન્ડમાંથી કોઈએ એડમિશન લીધેલ ના હોય એવા વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકે.
  • જો વિદ્યાર્થીઓ Stray Vacancy Roundમાં એડમિશન મળે અને ઇચ્છાએક એડમિશન કન્ફર્મ ના કરાવ્યું તો પેનલ્ટી લાગશે અને સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત રહેશે, જેના કારણે 1 વર્ષ માટે NEET (UG) પરીક્ષા આપી શકશે નહિ.

નેશનલ લેવલ આયુર્વેદિક અને હોમિયોપેથીક એડમિશન

  • AYUSH Admission Central Counselling Committee (AACCC) દ્વારા BAMS/BHMS/BSMS/ BUMSના સરકારી કોલેજોની 15% AIQ અને 100% ડીમ્ડ અને મેટ્રો યુનિવર્સિટીની બેડકોની એડમિશન https://aaccc.gov.in પર ઓનલાઈન કરવામાં આવે છે.
  • ડીમ્ડ અને મેટ્રો યુનિવર્સિટીની SFIની 15% AIQ કાઉન્સેલિંગ એડમિશન કે રાજ્ય કાઉન્સેલિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ કે જેમને https://medadmgujarat.org પરથી રાજ્ય કાઉન્સેલિંગ કરાવેલું હોય, તેઓ SFI AIQ કાઉન્સેલિંગ એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે.

As per AACCC Counseling – 2024

ITRA, Jamnagarની BAMS ડીગ્રીની 100% બેડકોના એડમિશન AACCC, New Delhi દ્વારા કરવામાં આવે છે.

CategoryRound-1Round-2Round-3
MarkAIRMarkAIRMarkAIR
Open640357266393629563045525
EWS635408216314337962846933
SEBC633416366304390662545979
SC525170757520171336516182759
ST490220498502201731512174397