શિષ્યવૃત્તિઓ
(https://mysy.guj.nic.in)
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 80% અથવા વધુ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹6,00,000/- થી ઓછી હોય અને સરકાર માન્ય SFI કોલેજોમાં પ્રવેશ મેળવેલ હોય, તેઓ માટે નીચે મુજબની સ્કોલરશીપ આપવામાં આવે છે:
- MBBS અને BDS: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા ₹2,00,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
- આયુર્વેદ, હોમીયોપેથી, ફીઝીયોથેરાપી, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીક્સ, ઓડીયોલોજી, ઓક્યુપેશનલ થેરાપી, ફાર્મસી, વેટરનરી સાયન્સ અને B.Sc. નર્સિંગ: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા ₹50,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
- B.Sc.: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા ₹10,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના
(માત્ર કન્યાઓ માટે)
રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના હેઠળ મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને 50% ટ્યુશન ફી સહાય પેટે ₹2,00,000/-ની મર્યાદામાં MYSY યોજના હેઠળ અને બાકીની 50% ટ્યુશન ફીની સહાય (મહત્તમ ₹4,00,000/-) આ યોજનાના અંતર્ગત આપવામાં આવે છે. આમ કુલ મહત્તમ ₹6,00,000/-ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે MYSY હેઠળ એક જ અરજી કરવાની રહે છે.
SC/ST કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹2,50,000/- થી ઓછી હોય, તેઓ માટે ટ્યુશન ફીનો 100% રકમ સહાય તરીકે આપવામાં આવે છે.
માત્ર છાત્રાઓ માટે:
- કુટુંબની આવક ₹2,50,000/- થી ₹6,00,000/- સુધી હોય તો: ટ્યુશન ફી + નિભાવ ખર્ચની સહાય આપવામાં આવે છે.
- કુટુંબની આવક ₹6,00,000/- કરતા વધુ હોય તો: માત્ર નિભાવ ખર્ચ આપવામાં આવે છે.
NT/DNT (વિચરતી અને વિમુક્ત) શિષ્યવૃત્તિ
NT/DNT જાતિઓના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹2,00,000/- થી ઓછી હોય, તેઓ માટે ₹50,000/-ની શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવે છે.
વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહે છે.
(https://scholarships.gujarat.gov.in)
આ યોજના હેઠળ નીચેની કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક ₹4,50,000/- થી ઓછી હોય, તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે:
- 50% થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ-12 પાસ કરેલ કન્યાઓ
- યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ દરમિયાન શહીદ થયેલા સેનાના જવાનોના સંતાનો
- શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના સંતાનો
- 40% થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ
- વિધવા મહિલાના સંતાનો
- અનાથ વિદ્યાર્થીઓ
- ડિવોર્સી/ ત્યક્તા મહિલાના સંતાનો
MYSY ઉપરાંત CMSS સહાય પણ મળી શકે છે.
પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ (SEBC/NT/DNT)
ગુજરાત સરકાર દ્વારા SEBC/NT/DNT જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે.
અરજી કરવાની રીત: વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal (https://digitalgujarat.gov.in) મારફતે ઓનલાઇન અરજી કરવાની હોય છે.
સહાય રકમ: અંદાજીત ₹50,000/- સુધીની સહાય આપવામાં આવે છે.
વિદ્યાર્થીએ તેની કેટેગરી અનુસાર કોલેજમાંથી માહિતી મેળવી અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.