ધો. - 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ–B પછીના અભ્યાસક્રમો અને કેરિયર ઓપરચ્યુનિટી
- મેડિકલ અને પેરામેડિકલના કોર્સ બાદ હોસ્પિટલ અને હેલ્થ કેરમાં જોબ અથવા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકાય છે. ઇન્ડસ્ટ્રીઝમાં પ્લેસમેન્ટ નથી.
- મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કે જેઓને અભ્યાસ બાદ તરત નોકરીની જરૂરિયાત છે તેમને બહુ વિચારવીને જ કોર્સની પસંદગી કરવી.
- ખાસ બે બાબતોનું ધ્યાન રાખવુંફીથી ડિગ્રી ને બદલે વાસ્તવિક ચિત્ર શું છે, નોકરીની તકો કેટલી છે.
- ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ.
- બધી બાબતોનું સરવેણ અને તટસ્થ મૂલ્યાંકન કર્યા બાદ જ કોર્સની પસંદગી કરવી જોઈએ.
ગ્રુપ-બીના વિધાર્થીઓએ સરળતાથી સફળ કેરિયર બનાવવા માટે નીચે મૂકેલ કોર્સને પ્રાથમિકતા આપવી જોઈએ.

FOR BOYS
MBBS : 8 થી 10 વર્ષ ભણવા અને મહેનત કરવા તૈયાર હોવો જોઈએ. બાયોનું વિશેષ ધ્યાન રાખવું.
B.Sc. (IT) : B.Sc. (IT) + MCA = B.Tech. (Computer). IT ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારું પેકેજ/જૉબ મળે છે.
Agriculture : ખેતપેદાશ માટે નવી ટેકનિક અને પરિક્ષણની તકો સંશોધન માટે સંસ્થાઓમાં ભણવું વધુ સારું રહેશે.
B.Sc. (Chem.) : કોઈપણ કંપનીમાં લેબ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સારી નોકરી મળે. Only for Rough & Tough Boys.
Pharmacy : મહત્વ કક્ષાનું MR (મેડિકલ પ્રેઝન્ટેટર) બનો, જે સેલ્સ અને માર્કેટિંગમાં હોય છે.

FOR GIRL
MBBS : 8 થી 10 વર્ષ ભણવા અને મહેનત કરવા તૈયાર હોવું જોઈએ. બાયોનું વિશેષ ધ્યાન રાખવું.
B.Sc. (IT) : B.Sc. (IT) + MCA = B.Tech. (Computer). IT ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારું પેકેજ/જૉબ મળે છે.
B.Sc. (Nursing) : સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરીની તકો. વિદેશમાં પણ સ્કોપ છે.
ક્રમ | કેરિયર | વાર્ષિક ફી | કેરિયરની શરૂઆતમાં અંદાજિત મહિનાની આવક | 15-20 વર્ષ પછી મહિનાની આવક | ગુજરાતમાં દર વર્ષે નવી માંગ | નોકરીની તકો |
---|---|---|---|---|---|---|
1 | MBBS + Super Specialist | – | 1.5 લાખ થી 2.5 લાખ | 3 લાખ થી 6 લાખ | 300 | સ્થિર છે |
2 | MBBS + MS / MD | – | 70 હજાર થી 1.5 લાખ | 2 લાખ થી 4 લાખ | 1,000 | સ્થિર છે |
3 | MBBS | 3 લાખ થી 20 લાખ | 30 હજાર થી 50 હજાર | 1 લાખ થી 2 લાખ | 1,000 | સ્થિર છે |
4 | B.Sc. (IT) + MCA | 30 હજાર થી 80 હજાર | 30 હજાર થી 1 લાખ | 1.5 લાખ થી 5 લાખ | 15,000 | ઝડપથી વધી છે |
5 | એગ્રિકલ્ચર | 15 હજાર | 15 હજાર થી 30 હજાર | 70 હજાર થી 2 લાખ | 300 | સ્થિર છે |
6 | આયુર્વેદિક | 2 લાખ થી 8 લાખ | 15 હજાર થી 30 હજાર | 50 હજાર થી 2 લાખ | 300 | સ્થિર છે |
7 | ફાર્મસી | 60 હજાર થી 2 લાખ | 10 હજાર થી 30 હજાર | 70 હજાર થી 2 લાખ | 500 | ઓવર ક્રાઉડેડ |
8 | ડેન્ટલ | 2 લાખ થી 8 લાખ | 15 હજાર થી 20 હજાર | 50 હજાર થી 2 લાખ | 100 | ઓવર ક્રાઉડેડ |
9 | B.Sc. (Chemistry, Microbiology) | 30 હજાર થી 80 હજાર | 12 હજાર થી 20 હજાર | 50 હજાર થી 1 લાખ | 500 | સ્થિર છે |
10 | B.Sc. (Nursing) | 60 હજાર થી 1.25 લાખ | 12 હજાર થી 15 હજાર | 30 હજાર થી 40 હજાર | 1,000 | સ્થિર છે |
11 | ફિઝિયોથેરાપી | 50 હજાર થી 1.25 લાખ | 15 હજાર થી 20 હજાર | 50 હજાર થી 2 લાખ | 500 | ઓવર ક્રાઉડેડ |
12 | હોમિયોપેથીક | 75 હજાર થી 2 લાખ | – | – | – | – |
ગર્લ્સ માટે કયો વિકલ્પ સરળતાથી સફળ કેરિયર બનાવવા માટે ઉત્તમ છે?
જો MBBS માં એડમિશન ના મળે તો B.Sc. (IT) + MCA, કારણકે તે સરળતાથી સ્વીકાર્ય થઈ શકે છે.
- નેટવર્કિંગ અને ડિજિટલ મદદ બનાવા માટે, ભવિષ્યમાં ખૂબ જ અગત્યની બાબત બની રહેશે.
- સોફ્ટ સ્કિલ્સ, ઇંગ્લિશ ઑફિસ જૉબ, સાઇટ પર જવાનું કે ફિઝિકલ વર્ક હોવું નહીં.
- જેન્ડર (સ્ત્રી/પુરૂષ) ભેદભાવ વગરનું વર્ક કલ્ચર.
- મોટાભાગની આઈ.ટી. કંપનીઓમાં 5 Days/Week હોય છે અને જૉબ ટાઈમિંગ પણ ફલેક્સિબલ હોય છે.
- વર્લ્ડ ટૂ ગ્લોબલ જૉબ (રાજસ્થાન થી અમેરિકા સુધી). વિદેશમાં સ્થાયી થવા માટે પણ સારી તક છે.
- રાજ્યમાં 500 કરતા વધુ IT કંપનીઓ છે, જેમાં 5,000 કરતા વધુ IT પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે.
- 32% કરતા વધુ અભ્યાસીઓ, ફ્રી ઈન્ફોર્મેશન સોર્સ, સરકારી તાલીમથી સુશિક્ષિત.
- હાયર સેલરીથી સરવાળે પેક્ગેજ, સ્ટેબલ સેલરી ગ્રોથ, ઈન્ટરનેશનલ વર્ક કલ્ચર.